Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આદિવાસી આધિકાર દિવસની ઉજવણી કરાઈ.

સંયુક્ત રાષ્ટ્રે વર્ષ ૨૦૦૭માં ૧૩મી સપ્ટેમ્બરને વિશ્વ આદીવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ત્યારે છોટાઉદેપુર ખાતે ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ૧૬માં “વિશ્વ આદીવાસી અધિકાર” દિવસે દરબાર હોલ ખાતે વિશ્વ અધિકાર દિવસમાં ઉજવવામાં આવ્યો હતો. ૧૩ સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી આધિકાર દિવસની ઉજવણી પ્રસંગે યુવા શિબિર યોજવામાં આવી હતી. જે પ્રસંગે આદિવાસી સમાજના યુવા કાર્યકરો દ્વારા વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં લીગલ સેલ દ્વારા ભારતના બંધારણમાં આદિવાસીઓને આપવામાં આવેલા વિશેષ અધિકારોની ચર્ચા કરાઈ હતી. જયારે ડોક્ટર સેલ દ્વારા આદિવાસી સમાજમાં સિકલ સેલ અંગે જાગૃતા લાવવા અને સર્પદંશના કિસ્સામાં બળવા ભુવા પાસે લઇ જવામાં સમય બગાડતા મૃત્યુ થાય છે. જે અંગે જાગૃતા લાવવા અપીલ કરવામાં આવી હતી. અને ઓર્ગેનિક ખેતી કરવા બાબતે વિશેષ ભાર મુકાયો હતો. જયારે શિક્ષણ ક્ષેત્રે અને સ્પોર્ટ્સ અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

Related posts

છોટાઉદેપુરના કાનાવાંટ અને દડીગામ પાસેની ડોલોમાઈટ ખાણોમાં ગેરકાયદેસર પથ્થરનો ખનન થતા ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોવોડની રેડ

admin

૧૩૭–છોટા ઉદેપુર વિધાનસભાનું નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ છોટા ઉદેપુર APMC ખાતે કાર્યક્રમ યોજાયો

admin

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ હેરાફેરીનો પર્દાફાશ

admin

Leave a Comment