દેવ ઉઠી અગિયારસ ના રોજ સનાતન ધર્મનો અત્યંત પવિત્ર તુલસી વિવાહ ઉત્સવ તીર્થક્ષેત્ર ચાંદોદ ના પૌરાણિક શ્રી રણછોડજી મંદિરના પટાંગણમાં ભક્તિભાવ પૂર્વક રંગે ચંગે યોજાયો હતો વર્ષોથી ચાલી આવતી પરંપરા ને જાળવી રાખી શ્રી રણછોડરાય સેવક મંડળ દ્વારા મંદિર વિસ્તાર સહિતના મુખ્ય બજારો સુંદર લાઈટ ડેકોરેશન અને મંડપથી સુશોભિત કરાયા હતા તુલસી વિવાહની પૂર્વ સંધ્યાએ રાસ ગરબાનું આયોજન અને દેવ ઉઠી અગિયારસ ના દીને શ્રી રણછોડજી ની મંગળા આરતી બાદ ઢોલ શરણાઈ તેમજ બેન્ડવાજા ના સથવારે પાલખીમાં બિરાજમાન થઈ ભગવાનની શોભાયાત્રા નગર માં નીકળી હતી દિવસભર ઠેર ઠેર ભગવાનના વધામણા તેમજ ઘરે ઘરે પુનિત પધરામણી બાદ રાત્રિના ભગવાન લગ્ન મંડપ ખાતે આવી પહોંચતા ભવ્ય આતશબાજી થી ભગવાનના વધામણા કરી નિજ મંડપમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નગર ના શ્રદ્ધાળુઓ તેમજ સાજન માજનની ઉપસ્થિતિમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને ગીત સંગીતની સુરાવલીઓ ભગવાનના તુલસીજી સાથે લગ્ન યોજાયા હતા આ લગ્ન ઉત્સવ અવસર માં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા

