Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની દુમાડ ચોકડી પાસે બે ઇસમો ૪૦ નંગ પહાડી પોપટ સાથે પકડાયા

વડોદરાની ખાનગી જીએસપીસીએ સંસ્થા અને વન વિભાગે ભેગા મળી દુમાડ ચોકડી પાસેથી બે ઈસમોને 40 નંગ પહાડી પોપટ ના બચ્ચાઓ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીએની બાતમીને આધારે વન વિભાગે છટકું ગોઠવ્યું હતું. એમાં ડેસર તાલુકાના ગામના બે આરોપી પોપટ લઈને આવતા હતા. જ્યારે પહાડી પોપટ કુલ નંગ 40 થેલીની અંદર ભરેલા હતા એમાં માડી વનરાજ વનુભાઈ અને તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટ મુજબ એમની સામે ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવી છે અને જે પહાડી પોપટ છે એ શેડ્યુલ એનિમલ હોય એની સામે સખતમાં સખત દંડ ભરવામાં આવશે અને ફરી આવો ગુનો ન કરે તે માટે એની સમજ આપવામાં આવશે. 40 નંગ પોપટના બચ્ચા હતા. તેઓ એમના જે રેવન્યુ સર્વેની અંદર મોટા જે તાડના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓ એ માળા કરેલા હોય એવા નાના બચ્ચાઓના માળા વિખેર્યા હોય ત્યારે આ ગંભીર ગુનો કરેલ છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Related posts

વડોદરા શહેર સૂસેન તરસાલી રોડ આનંદબાગ સોસાયટીની સામે કોર્પોરેશનના ડમ્પર ચાલકે કારને લીધી અડફેટે

admin

‘ડ્રીંક એન્ડ ડ્રાઇવ’ હવે ગોત્રી રોડ પર નશામાં ધૂત કાર ચાલકે લોકોને અડફેટે લીધા!

admin

વરસાદી માહોલમાં પોર નજીક ટ્રક બ્રિજ નીચે ખાબક્યો…

admin

Leave a Comment