43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બાંધકામ હેઠળના મકાનના બીજા માળેથી પડી જતા બે વર્ષીય બાળકનું મોત

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આચાર્ય હોસ્પિટલની બાજુમાં આવેલી એક બાંધકામ હેઠળની ઈમારતમાં હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રમતા રમતા મકાનના બીજા માળેથી પડી જતા બે વર્ષીય બાળકનું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોરવા વિસ્તારમાં મજૂરો દ્વારા એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ મકાનમાં આયુષ નાયક નામનો બે વર્ષનો બાળક રહેતો હતો. પરિવાર ગઇકાલે જ પોતાના ગામડેથી પરત આવ્યો હતો. આજે વહેલી સવારે માતા અને પિતા કામ પર લાગી ગયા હતા, તે દરમિયાન બાળક રમતા રમતા બીજા માળેથી નીચે પડી ગયો હતો.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ખાસ કરીને બાળકની માતા આભ તૂટી પડ્યા હોય તેવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પોલીસ દ્વારા ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાંધકામ સ્થળે સુરક્ષા વ્યવસ્થાના અભાવને લઈ પણ પ્રશ્નો ઊભા થયા છે.

Related posts

દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી ખંડોબા ભગવાનના મંદિર ખાતે ભગવાન ખંડોબાના લગ્નનો વરઘોડો નિકળીયો

admin

ઐતિહાસિક માંડવી દરવાજાની મુલાકાતે મેયર, મ્યુ. કમિશનર, સ્થાયી અધ્યક્ષએ મુલાકાત લીધી

admin

બોડેલી સેવાસદન ખાતે રેશનકાર્ડ KYC માટે ભૂખ્યા તરસિયા બેસેલા બાળકોને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ બિસ્કીટ આપી મામલતદારને આવેદન પત્ર આપ્યું

admin

Leave a Comment