Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 77માં પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી

વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પૂલમાં આયોજિત આ કાર્યક્રમમાં પાંચ વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકોએ ભાગ લઈ દેશભક્તિનો સંદેશ આપ્યો હતો.

રાષ્ટ્રધ્વજ સાથે સ્વિમિંગ પૂલમાં વિવિધ કળાઓ અને કસરતો રજૂ કરીને બાળકોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. પાણીમાં કરવામાં આવેલા આ પ્રદર્શન દરમિયાન બાળકોનો ઉત્સાહ અને દેશપ્રેમ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન બાળકોએ દેશભરમાં વસતા નાગરિકોને 77માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ નાના ભૂલકાઓએ ભવિષ્યમાં સ્વિમિંગ ક્ષેત્રે ઓલમ્પિક સુધી પહોંચીને ભારતનું નામ વિશ્વભરમાં રોશન કરવાની પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ અનોખી ઉજવણીથી ઉપસ્થિત દર્શકોમાં પણ ઉત્સાહ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રમતગમત પ્રત્યેના જુસ્સાથી ભરપૂર રહ્યો હતો.

Related posts

વડોદરા લેબર કમિશનર કચેરી ખાતે પાદરા તાલુકાના કરખડી ગામ પાસે આવેલ મયુર ડાયકેમ કંપની વિરુદ્ધ અરજી

admin

વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નં.૯ના બે માર્ગોના નામકરણને સામાન્ય સભામાં મંજુરી

admin

સોશીયલ મીડીયામા વાયરલ થયેલ વીડીયો જેમા એક ઇસમ જાહેરમાં અશ્લીલ હરકતો કરતો હોય જેને ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી સયાજીગંજ પોલીસ

admin

Leave a Comment