ડભોઇ સામાન્ય રીતે ફેબ્રુઆરીની શરૂઆત સાથે શિયાળો વિદાય લેતો હોય છે, પરંતુ આજે ડભોઇ શહેર અને તાલુકાભરમાં કુદરતનો અલગ જ મિજાજ જોવા મળ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલું ઘટ્ટ ધુમ્મસ બપોરે ૧:૦૦ વાગ્યા સુધી યથાવત રહેતા સમગ્ર પંથક સફેદ ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો હતો.
ઝીરો વિઝિબિલિટી: ધુમ્મસ એટલું ઘટ્ટ હતું કે સામેથી આવતું વાહન કે વ્યક્તિ દેખાવા પણ મુશ્કેલ હતા.વાહનચાલકો પરેશાન
સ્ટેટ હાઈવે અને આંતરિક રસ્તાઓ પર વાહનચાલકોને બપોરના સમયે પણ પોતાની ગાડીની હેડલાઈટ્સ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી.અસાધારણ ઘટના: સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડભોઇ પંથકમાં વર્ષો પછી પહેલીવાર આવી ઘટના બની છે કે જ્યાં બપોર સુધી ધુમ્મસના કારણે આકાશે જાણે પૃથ્વીને ઢાંકી દીધી હોય.નોંધપાત્ર છે કે: શિયાળો હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને ગરમીની શરૂઆત થવાની તૈયારી છે, ત્યારે અચાનક આટલા ભારે ધુમ્મસે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ વાતાવરણને કારણે જનજીવનની ગતિ થોડી ધીમી પડી હતી.

