સુરત શહેરના નવસારી બજાર વિસ્તારમાં આવેલી લગ્નસાહ બાવાની દરગાહનું ઉર્સ સંદલ 6 અને 7 મી રાબીઉલ અવ્વલના દિવસે મનાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉર્સ સંદલ નિમિત્તે સમગ્ર દરગાહને સુંદર રીતે શણગારવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ દરગાહનું ઉર્સ સંદલ વર્ષોથી રાબીઉલ અવ્વલના ના મહિનામાં ઉજવવામાં આવે છે જેમાં સુરત તેમજ આજુબાજુ વિસ્તારના લોકો હાજર રહીને ઉત્સાહપૂર્વક ભાગ લે છે

