40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

હજરત સૈયદના શહિદ પીર દાદા નો ઉર્સ શરીફ ઉજવાયો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ખાતે સૈયદ કબ્રસ્તાનમાં આવેલ ઐતિહાસિક તથા કોમી એકતા ના પ્રતિક હજરત સૈયદના શહીદ પીર દાદા નો દસમી મોહરમ ના રોજ રાત્રે ઈશાની નમાજ બાદ સંદલ શરીફ અને દરગાહ શરીફ પર ફૂલ ચાદર ચઢાવીને સમગ્ર ગુજરાત અને દેશમાં ભાઈચારો અને એકતા બની રહે તેવી દુઆ કરવામાં આવી હતી દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ તમામ મોટાભાગના દરગાહ શરીફ પર આવીને જે કાંઈ પણ તકલીફ હોય તે માટે આવતા તેઓને તકલીફ થતીદૂર થતી હોવાથી તેઓ પોતાની મન્નત બાધાઓ પૂરી કરવા આવતા હોય છે જ્યારે આ ઉર્સ પ્રસંગે આવેલ શ્રદ્ધાળુઓ માટે દાદાના અકીકત મન્દ્દો મોહરમના 11 માં ચાંદે ગોઠડા મદીના મસ્જિદના હોલમાં ન્યાજ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દાદાના મુંરીદિન આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ અને આસપાસના વિસ્તારના લોકો આ ઉર્સ પ્રસંગે હાજરી આપી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે સૈયદ નિયામતઅલી બાપુ સૈયદ સાજીદ અલી બાપુ ગામના તમામ મુસ્લિમ આગેવાનો ટ્રસ્ટીઓ મૌલાના હઝરુદ્દીન અશરફી તેમજ મોલાના અબ્દુલ હલીમ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

પડતર પ્રશ્નોની માંગણી નહીં સંતોષાતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

પી.એમ.કિસાન યોજનાના લાભાર્થી કુલ ૨,૦૪,૦૬૧ ખેડૂતો પૈકી માત્ર ૨૦૭૩૫ ખેડૂતોએ કરાવી નોંધણી

admin

એસ.એસ.જી.હોસ્પિટલમાં બાયો મેડિકલ વેસ્ટ નજીક ખાણીપીણીની લારીઓ, આરોગ્ય સુરક્ષા પર ઉઠ્યા સવાલ

admin

Leave a Comment