વડોદરા શહેરમાં ફરી એક વખત તા.8 થી 15 ઓગસ્ટ UTT રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં તા.8થી 15 ઓગસ્ટ દરમિયાન વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થનારી સીઝનની ફર્સ્ટ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2025માં દેશભરના અનેક રાષ્ટ્રીય પેડલર્સ ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે.ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત ચેમ્પિયનશિપમાં 2600થી વધુ એન્ટ્રીઓ છે.જેમાં પુરુષોમાં ટોચના તમામ ખેલાડીઓ, સ્થાનિક ખેલાડી માનુષ શાહ, ભારત નંબર 1, ત્યારબાદ અંકુર ભટ્ટાચાર્ય, માનવ ઠક્કર, જી. સથિયાન, પાયસ જૈન, આકાશ પાલ, એસએફઆર સ્નેહિત અને દિવ્યાંશ શ્રીવાસ્ત ટોચના 8ક્રમે રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. મહિલા વિભાગમાં શ્રીજા અક્કુલા સિવાય ટોચના 8 ક્રમે રહેલી તમામ ખેલાડીઓ આ બરોડા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. સીડિંગ યાદીમાં અગ્રણી, દિયા પરાગ ચિતાલે ભારત નંબર 1, ત્યારબાદ યશસ્વિની ઘોરપડે, સ્વસ્તિક ઘોષ, સુતીર્થા મુખર્જી, તનીશા કોટેચા, રીથ રિષ્યા અને દાસ સિંડ્રેલા ક્રમે છે.ટીટીએફઆઈ સીઝનની પ્રથમ સ્પર્ધા માટે જીએસટીટીએ અને ટીટીએબી દ્વારા કરવામાં આવેલી બધી વ્યવસ્થાઓથી ખૂબ ખુશ છે અને ભાગ લેનારા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવે છે ટીટીએફઆઈના સેક્રેટરી જનરલ કમલેશ મહેતાએ વધુમાં જણાવ્યું હતું.

