Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર ભાજપના મહિલા કાઉન્સિલર અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

વડોદરા શહેર ભાજપના મહિલા કાઉન્સિલરની બહેને અગમ્ય કારણોસર પોતાના મકાનમાં પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બનાવ અંગે પોલીસે મૃતદેહને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલરની બહેને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના સંવાદ ક્વોટર્સમાં રહેતા 34 વર્ષીય અંકિતાબેન ઉત્તેકર રાત્રિના સમયે પોતાના ઘરે આગળના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો પરિવારજનોને જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે વારસિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડી આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ અંકિતા બેને આપઘાત કરી લેતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ બન્યા હતા.

Related posts

એમ.એસ.યુનિવર્સીટીના પ્રથમ વર્ષના કોમર્સના વિદ્યાર્થીઓના પરિણામ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

બરોડા સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા નિયોજન કેમિકલ કંપની લિ. ના સહયોગ થી બહેનો માટે સીવણ ક્લાસ નું ઉદઘાટન કરવામાં આવ્યું.

admin

ડેસર તાલુકામાં કરુણ અકસ્માત : અજાણ્યા વાહનની અડફેટે એકટીવા, બે નવયુવાનોના ઘટના સ્થળે મોત

admin

Leave a Comment