શહીદ ભગતસિંહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક મહાન ક્રાંતિકારક હતા. તેઓનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 ના રોજ પંજાબના લાયલપુર (હાલમાં પાકિસ્તાન) જિલ્લામાં થયો હતો. તેઓ નાના વયથી જ બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા લઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા.
ભગતસિંહ હિંદુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA) ના સભ્ય હતા. 1928 માં, લાલા લજપતરાય પર કરાયેલા લાઠીચાર્જના બદલામાં તેમણે સાંડર્સની હત્યા કરી. 1929 માં, દિલ્હીમાં એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને “ઇન્કલાબ ઝિંદાબાદ”ના નારા લગાવ્યા.
ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931 ના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી આપી દેવામાં આવી. આજે પણ તેઓ યુવા માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતીક છે. તેવામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નગર સેવકો અને કાર્યકર્તાઓ સાથે વિભક્ત નેતા ઉપસ્થિત રહ્યા હતા

