મકરસંક્રાંતિ (ઉતરાયણ) પર્વનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને શહેરના માંડવી ચાર દરવાજાથી ગેંડીગેટ દરવાજા, ચોખંડી થી પ્રતાપનગર, ફતેપુરા થી સંગમ ચારરસ્તા જેવા વિસ્તારોમાં મુખ્ય પતંગ બજારની દુકાનો અને સ્ટોલ તથા પથારાઓ લાગી ગયા છે સૌ શહેરીજનો શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દપૂર્ણ રીતે ઉતરાયણ પર્વની ઉજવણી કરે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા રવિવારે મોડી સાંજે શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારથી સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર ના માર્ગદર્શન અને સૂચના મુજબ જોઇન્ટ શહેર પોલીસ કમિશનર ડો.લીના પાટીલની દોરવણી હેઠળ આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું

