હાઈકોર્ટના આદેશ બાદ ઉત્તરાયણ તુરંત એક્શનમાં આવેલ વડોદરા પોલીસની કડક કાર્યવાહીને પગલે પતંગ દોરી વેંચતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી,ઉતરાયણમાં બજારમાં ખરીદીની શરૂઆત સાથે જ વડોદરાની પોલીસે શહેરભરમાં અનેક વિવિધ સ્થળો પર તપાસ કરીને પતંગનો દોરો માંજતા 30થી વધુ કારીગરો-વેપારીઓ પાસેથી 100 કિલોથી વધુ કાચનો પાઉડર અને 50થી વધુ ફિરકીઓ કબજે કરીને જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત વેપારીઓ વિરુદ્ધ પહેલીવાર ગુનો પણ નોંધ્યો હતો.

