વડોદરા મહાનગર પાલિકા દ્વારા તરસાલી વિસ્તારમાં કાસોની સફાઈનું કામ શરૂ કરવામાં આવી છે,જે માટે ડ્રેનેજ માસ્ટર મશીનની મદદ લેવાઈ છે,અને અપસ્ટ્રીમ કેપિસિટી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મ્યુ.કમિશનર દ્વારા શરૂ કરાયેલ આ કામગીરીને લોકોએ સકારાત્મક રીતે આવકારી રહ્યા છે,જોકે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો છે કે ડ્રેનેજનું ગંદું પાણી સોસાયટીઓની રૂપારેલ કાસમાં છોડવામાં આવે છે,જે વરસાદી સમયમાં વધુ પાણી ભરાવનું કારણ બની શકે છે.વરસાદ પહેલાં કાસોની સફાઈ થવી જરૂરી છે.કમિશનરે કાર્ય શરૂ કર્યું તે સરાહનીય છે, પણ ગંદા પાણીનો પ્રશ્ન ઉકેલવો પણ એટલો જ અગત્યનો છે.

