વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટીપી 03 એફ.પી 1065 ગુરુકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે રૂ.42.69 લાખના ખર્ચે નવીન ગાર્ડન ફોરેસ્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાના સુખાકારી માટે તમામ પ્રકારના કાર્યો કરવામાં આવે છે ત્યારે, આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ટીપી 03 એફ.પી 1065 ગુરુકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે ₹42.69 લાખના ખર્ચે નવીન ગાર્ડન ફોરેસ્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.એક પેડ મા કે નામ ના અભિયાન હેઠળ તમામ મહાનુભવોના નામોથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેરવાળી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ, વડોદરા ના પ્રથમ નાગરિક પિંકી સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 16 ના મ્યુ.કાઉન્સિલર સહિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પાલિકાના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રીબીન કાપી અર્બન ગાર્ડન ફોરેસ્ટનું નિરીક્ષણ તમામ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું ગાર્ડન ફોરેસ્ટમાં બાળકોના રમત ગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 20 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે જેમાં પાંચ લાખ જેટલા વૃક્ષ વાવવામાં આવી રહ્યા છે.

