વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી)ની બેઠકમાં કુલ 20 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. ચર્ચા–વિચારણા બાદ સમિતિએ 19 કામોને મંજૂરી આપી છે, જ્યારે એક મહત્વપૂર્ણ દરખાસ્ત પરત મોકલવામાં આવી છે.
દર અઠવાડિયે યોજાતી વિકાસલક્ષી કામોની આ બેઠકમાં આ વખતે કમિશનર દ્વારા વિવિધ વિભાગોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. તેમાં સામાન્ય વહીવટ વિભાગ, આરોગ્ય વિભાગ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, પેમેન્ટ એન્ડ સ્ટોર્મ વોટર ડ્રેનેજ, પાણી પુરવઠા વિભાગ, સ્ટ્રીટ લાઈટ વિભાગ, મિકેનિકલ ખાતો, બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ સહિતના અનેક મહત્વપૂર્ણ વિભાગોના કામો સામેલ હતા.
ચર્ચા દરમ્યાન મોટાભાગના કામોને અનુકૂળતા દર્શાવતા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (ક્લાસ-1 થી ક્લાસ-2) મેટ્રિક્સની લાયકાતમાં સુધારો અને જગ્યાની સંખ્યા એક જ હોય તો આંતરિક પસંદગી કરતાં સીધી ભરતી વધુ યોગ્ય રહેશે — એવી દરખાસ્ત અંગે સમિતિએ વધુ સ્પષ્ટતા જરૂરી ગણતા તે દરખાસ્ત પરત કરી દીધી છે.
સમિતિની મંજૂરી બાદ હવે વિવિધ વિભાગોમાં અનુરૂપ વિકાસકાર્યોથી શહેરમાં સેવાઓ વધુ મજબૂત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

