સુરત અને કચ્છમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ ગણેશ વિસર્જનને લઈ ગુજરાત પોલીસ એલર્ટમોડ પર છે,વડોદરામાં કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ કોઈ કચાસ રાખવા માંગતી નથી એટલે પ;પોલીસ કમિશનરના નેજા હેડળ ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જનમાં SRP, RAF, CRPની વિશેષ ટુકડીઓ તૈનાત કરવામાં આવશે.વિસર્જનના રુટ પર 30 PI અને ACP ખડેપગે રહેશે.તો 5 DCP, 700 ASI અને અન્ય પોલીસ જવાનો પણ સતત સ્થિતિ પર બાજ નજર રાખશે જયારે સમગ્ર વિસર્જન રુટ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે. બીજીતરફ વડોદરાના અસામાજીક તત્વોના મોબાઈલ સર્વેલન્સમાં મુકાયા છે

