આધુનિક ટેકનોજીના યુગમાં ડીજીટલ એરેસ્ટના ગુનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા પોલીસે ડીજીટલ એરેસ્ટના ગુનામાં આરોપી પર કડક કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે,ડીજીટલ એરેસ્ટનું તરકટ રચી 87 લાખ પડાવનાર અમદાવાદના આરોપી આતિફ અજમેરીને પાસામાં હેડળ રાજકોટની જેલમાં ધકેલાયો છે,આરોપીએ જામીન પર છૂટીને ફરી ગુનો આચર્યો હતો,આતિફ અજમેરીએ વડોદરાની મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી 25.50 લાખ પડાવ્યા હતા તેમજ શેર બજારમાં રોકાણના નામે એક નાગરિક પાસેથી 62 લાખ પડાવ્યા હતા. આતિફ અજમેરીના બેંક એકાઉન્ટ પર કુલ 32 ફરિયાદો નોંધાઈ છે.

