રૂલિક સોલ્વ કરી 2600 ક્યુબ ની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આર્ટ વર્ક તૈયાર કર્યું

અઢી કલાકમાં 2600 ક્યુબ ની મદદથી આ રેકોર્ડ કરવાનો સંકલ્પ હતો જેના સ્થાને માત્ર 57 મિનિટમાં તેણે રેકોર્ડ બનાવી સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે
આજે હેનિલ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો હતો ત્યારે તેને મોટીવેટ કરવા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
માત્ર 57 મિનિટમાં જ્યારે તેણે વિક્રમ સર્જ્યો ત્યારે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના જજ દ્વારા હેનીલ સોની ને સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યું… આ સાથે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા પણ તેને શુભકામનાઓ આપવામાં આવી…
ઉલ્લેખનીય છે કે હેનીલ સોની દ્વારા પોતાના વાળ વધારવામાં આવી રહ્યા છે વધારેલા આ વાળ ફેનીલ કેન્સરના દર્દીઓને ડોનેટ કરશે