વડોદરા શહેરમાં કમોસમી ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.ભારે વરસાદને પગલે શહેરના તુલસીવાડી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
તુલસીવાડી વિસ્તારમાં આવેલા મંદિરની દીવાલ અચાનક ધરાશાયી થતાં ત્યાં પાર્ક કરેલા અનેક વાહનો તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. દીવાલ પડવાની ઘટનાના પગલે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ભારે વરસાદના કારણે દીવાલ નબળી પડી જતાં તે એકાએક તૂટી પડી હતી. દીવાલ ધરાશાયી થવાના કારણે નીચે પાર્ક કરેલી એક કાર, બાઈક અને રીક્ષા સહિતના વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

