હોલી ફાગોત્સવ માં રશિયા નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો.તેમાં કૃષ્ણ અને રાધા ના રોલ કરવામાં આવ્યા.ગામની બહેનો તેમજ સનરાઈઝ મિશ્ર પ્રાથમિક શાળા શાળાની બાળકીઓ અને સાર્વજનિક હાઇસ્કુલ ની બાળકીઓ દ્વારા સ્વાગત અને રશિયાનું આયોજન કરવામાં આવ્યું.ત્યારબાદ ફુલ થી હોળી રમવામાં આવી.આખા જ મંડપમાં ફૂલ ફૂલ જ જોવા મળ્યા.પરમ પૂજ્ય વાઘેસ બાવાજી એ પણ દરેક ઉપર ફૂલ નો વરસાદ કર્યો અને આશીર્વાદ આપ્યા.દરેકે ગુરુના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા.ગામની ગોપીઓ જાણે કે ગોકુળ મથુરા વૃંદાવન માં આવ્યા હોય તેમ ખૂબ આનંદથી ફુલથી હોળી રમ્યા.

