36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર તાલુકાના લેરીયા ગામના ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને અપાયો આવેદનપત્ર

વિસાવદર તાલુકાના લેરીયા ગામના ન્યાય સમિતિના ચેરમેન અને આગેવાન નરસિંહભાઈ દાફડા ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને અપાયો આવેદનપત્ર વિસાવદર નજીક આવેલ લેરીયા ગામના ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ પુનાભાઈ દાફડા તેમજ રવિ ભાઈ સુરેશભાઈ ઠુંમ્મર નરસિંહભાઈ દાફડા તથા ઉમેશભાઈ દાફડા તેમજ જીતુ ભાઈ વગેરે લોકો દ્વારા આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રીને એક આવેદન આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યો હતો કે અમારા ગામ વિસ્તારના રોડ રસ્તા એકદમ ખરાબ હાલતમાં હોય અને અકસ્માત થવાની સંભાવના હોય જાન માલ હાની થઈ શકે તેવી પરિસ્થિતિ હોય તો આ રસ્તાઓનો સમારકામ કરી રસ્તાઓમાં પડેલા મોટા ખાડાઓ પૂરવામાં આવે અને લોકો શાંતિપૂર્વક રસ્તા ઉપર ચાલી શકે તેવા રસ્તાઓ બનાવવામાં આવે ખાડાઓ મેટલ પાથરવામાં આવે તેવી માગણી કરી હતી હાલ આ રસ્તાઓ ઉપર સરકારી એસટી બસો તેમજ અન્ય વાહનો ટુ-વ્હીલરો પણ પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી તેઓએ જણાવ્યું હતું કે સરપંચ ને રજૂઆત કરવા છતાં હજુ સુધીમાં રસ્તાનું રીપેરીંગ થયું નથી ત્યારે આજે તેઓ ગામના ગ્રામજનો સાથે પ્રાંત કચેરી ખાતે આવ્યા હતા અને પ્રાંત સાહેબને આવેલ પત્ર આપી મૌખિક અને લેખિત રજૂઆત કરી તેવુ નરસિંહભાઈ દાફડા દ્વારા કહેવામાં આવ્યું હતું.. રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

” વિસાવદર આર્ય સમાજ મંદિરે એનસીડી સેલ અને ફ્રી સુપર મેગા આઈ કેમ્પ પૂર્ણ “

admin

જુનાગઢના માંગરોળમાં કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ.

admin

જંગલ ખાતાના ત્રાસથી કંટાળીને જાંબુથરા ગામના બે યુવાનોએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

admin

Leave a Comment