ચુડાનાં વિજયનગર વિસ્તારમાં જવાનાં રસ્તે પુલ પર પાણીનાં ફુવારાઓથી પાણીનો વેડફાટ
એકાંતરે આવી પરિસ્થિતિથી જાહેર જનતા સ્થાનિક પ્રશાસનનાં અણઘડ આયોજનથી ત્રાહિમામ.
સ્થાનિક તંત્રની વધુ એક બેદરકારી જોવા મળી છે.
શહેરમાં ઠેર-ઠેર પીવાના પાણીની લાઇનઓમાં ભંગાણ પડી રહ્યા છે.
છતાં પણ આજદિન સુધી યોગ્ય કાર્યવાહી નહીં થતાં પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે.
તેવામાં શહેરના વિજયનગર વિસ્તારમાં પુલ માર્ગ ઉપર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતાં ઊંચાં ઊંચાં પાણીના ફુવારા ઉડ્યા હતા.જેથી પુલના ટકાઉ પર પ્રશ્નાર્થ સર્જાયો છે.
તેમજ ઘણી જગ્યાએ અવારનવાર લાઈનો તૂટવાને લીધે હજારો લીટર પાણી વેડફાતું હોવાના કિસ્સા સંમયાંતરે પ્રકાશિત થતાં રહે છે. જેના સંબંધમાં તંત્રોએ કડક વલણ અપનાવવું અનિવાર્ય બન્યું છે.
ચુડા શહેરમાં પાણીની લાઈનમાં ભંગાણ પડવા હવે આમ બાત બની ગઈ છે. દર બે-ત્રણ દિવસે કોઈ જુદા-જુદા વિસ્તારોમાં પાણીની લાઈનમાં લીકેજ હોવાની ઘટના સામે આવી રહી છે.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

