40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સગીરા 15 વર્ષની હતી ત્યારે તું મને બહુ જ ગમે છે મારી સાથે લગ્ન કરીશ તેમ કહી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

છાણી ગામમાં રહેતા આરોપી વિલ્સન સોલંકી દ્વારા પીડિતા પર વારંવાર દુષ્કર્મ

યુવતી 15 વર્ષની હતી ત્યારથી તું મને બહુ ગમે છે મારી સાથે લગ્ન કરીશ તેમ કહી શરીર સંબંધ બાંધતો હતો

પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને મેડિકલ કરાવ્યા બાદ રિમાન્ડની તજવીજ હાથ ધરાશે

વડોદરાના દશરથ ગામે રહેતા આરોપીએ પોતે પરણીત અને એક સંતાનનો પિતા હોવા છતાં તેની ઓળખ છુપાવી સગીરા 15 વર્ષની હતી ત્યારે તું મને બહુ જ ગમે છે મારી સાથે લગ્ન કરીશ તેમ કહી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલમાં યુવતી 25 વર્ષની હોય તેમ છતાં લગ્ન કરવાનો ફોટો વાયદો આપીને અન્ય યુવતી સાથે લગ્ન કરનાર આરોપી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેર નજીક દશરથ ગામે પંચમ ગ્રીનમાં રહેતા વિલ્સન સોલંકી દ્વારા નવેમ્બર- 2016થી યુવતી 15 વર્ષની હતી ત્યારથી આજદિન સુધી તુ મને બહુ ગમે છે હુ તારી સાથે લગ્ન કરીશ. તેવી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર શરીર સબંધ બાંધ્યા હતા. આરોપીના અગાઉ લગ્ન થયેલ અને તેનાથી એક બાળક હોવા છતાં તેની વિગતો છુપાવી હતી. દરમિયાન યુવતી પુખ્ત વયની થઈ જતા તેની સગાઈ અન્ય જગ્યા પર થઈ હતી તેમ છતાં આ વિલ્સન સોલંકી તેની સગાઈ તોડાવી તેમજ ફરીથી ભોગ બનનાર પીડિતા ને વિશ્વાસમાં લઈ ઘર 14 ફેબ્રુઆરીના રોજ લગ્ન નક્કી કરી પીડિત સાથે વિશ્વસધાત કરી અન્ય યુવતી સાથે સાથે લગ્ન કરી લીધા હતા. પીડિતા 15 વર્ષની હોય ત્યારથી વારંવાર તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેથી પીડીતાએ છાણી પોલીસ સ્ટેશનમાં વિલ્સન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને મેડિકલ કરાવવાની તજવી શરૂ કરી હતી.

Related posts

‘ઈ સાલા કપ નામદે’ – WPLમાં ફરી RCB ચેમ્પિયન, વડોદરામાં ઉજવણીનો ઉત્સવ

admin

વડોદરાના કારેલીબાગ સ્વિમિંગ પુલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ પરેશાન

admin

વડોદરાના સમા તળાવ પાસે ગમખ્વાર અકસ્માત : નશામાં ધૂત યુવાનોએ ઉભેલી કારમાં ઘૂસાડ્યું બાઇક

admin

Leave a Comment