Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

વિધાર્થીઓ સ્કૂલ આવે તો તેના હાથમાં ચોપડી અને પેન હોવી જોઈએ પણ બોડેલી તાલુકાના તરગોળ ગામે પેન ચોપડીની જગ્યાએ પાવડા તગારા જોવા મળી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ ગામની પ્રાથમિક શાળાના કેટલાક બાળકો માથા ઉપર ટાઇલ્સ ઉચકી રહ્યા છે. તો કેટલાક બાળકો શૌચાલય સાફ કરી રહ્યા છે . પહેલી નજરે તો દૃશ્ય જોતાં એમ લાગે કે કોઈક બાળકોને બાલ મજૂરી કરવી રહ્યા હોય પણ અહીં તો સ્કૂલ છે. અને સ્કૂલ માં રિનોવેશન નું જે કામ ચાલી રહ્યું છે. તેમાં આ બાળકો કામ કરી રહ્યા છે . અને આ કામ કરાવી રહ્યા છે. આજ સ્કૂલ ના આચાર્ય ગુરુની જવાબદારી છે. બાળકો ના ભાવિનું ધડતર કરવાનું પરંતુ શું આવી રીતે?
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં આવેલ કેટલાય વિસ્તારોમાં શિક્ષકો હોય તો શાળાના ઓરડા નથી. ઓરડા હોય તો શિક્ષકોની અભાવ છે. પૂરતા પ્રમાણમાં શિક્ષણનો અધિકાર પણ મળતી નથી .વર્ષો પહેલા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો પોતાના બાળકોને સ્કૂલે મોકલતા ના હતા. કેવળ મજૂરી કરાવતા હવે જ્યારે લોકો સમજુ થયા છે. અને હરણ ફાળ ભરતી દુનિયામાં પોતાનું બાળક પાછળ ના રહે તે માટે હવે પોતાના બાળકોને સ્કૂલે મોકલતા થયા છે.પણ અહીં તો બાળકોને શિક્ષણ નું ગ્યાંન મળવું જોઈએ ત્યાં બાળકો મજૂરી કરે રહ્યા છે.સવાલ એ ઊભો થાય છે કે શું આ રીતે ભણશે ગુજરાત ?

Related posts

છોટાઉદેપુરમાં 20 કરોડથી વધુના ખર્ચે નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલનું કામ મંથર ગતિએ 

admin

છોટાઉદેપુર નગરમાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં જોડાયા

admin

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા

admin

Leave a Comment