વડોદરા શહેરમાં નિઝામપુરા વિસ્તારમાં કાઉન્સિલર દ્વારા આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલાઓ બાખડી હતી.જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
કાઉન્સિલર દ્વારા આયોજિત વિમેન્સ ક્રિકેટમાં દંગલ સર્જાયું હતું.હારવા આવેલી ટીમનો હુરિયો બોલાવતા મહિલા ખેલાડીઓ બાખડયા હતા.વાળ ખેંચી મહિલાઓએ એક બીજાને નીચે પાડી દીધી હતી.જીતી રહેલી ટીમના સમર્થકોએ ચિચિયારીઓ પાડતા હારેલી ટીમ ગુસ્સે ભરાઈ હતી.નિઝામપુરા વિસ્તારમાં કાઉન્સિલર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.સમગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.જ્યારે,સમગ્ર મામલો શાંત પાડવા પોલીસની મદદ લેવાઈ હતી.

