સંસ્કારી નગરી વડોદરા શહેરના વૈષ્ણવ ના આસ્થા તીર્થ વ્રજ સુખધામ હવેલી ખાતે પોતાના પ્રિય ગુરુ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી ના આશીર્વાદ યુવરાજ ડો લક્ષરાજસિંહજી પોતાના કાફલા સાથે સુખધામ હવેલી ખાતે આવી પહોંચતા તેઓનું બજાવો ઢોલ મેરે ઘર રામ આયા ઢોલ નગારા, શરણાઈના સૂરો શરણાઈ સુરાવલીઓ શંખનાદ ત્રાંસા ઢોલ નગારા સાથે
ફૂલોની વર્ષા વરસાવીને ફૂલહાર દ્વારા રંગારંગ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું એટલું જ નહીં યુવરાજ લક્ષરાજસીંગ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ વૈષ્ણવોના સરકાર ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી સાનિધ્યમાં રાજભોગમાં પ્રભુશ્રી દ્વારકાધીશ , મૉ યમુના નિકુંજ હવેલીમાં મૉ યમુનાજી
પ્રભુ પ્રત્યે પણ શાહી રિવાજ પ્રમાણે શાસ્ત્રોક્તવિધિનુસાર અલૌકિક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.પૂજ્ય શ્રી ડો.વાગીશકુમારજી એ યુવરાજ નું પ્રભુ શ્રી દ્વારકાધીશ સમક્ષ ,ખેસ , પ્રભુના પાનબીડા, અને માલાજી દ્વારા અલૌકિક સ્વાગત કરાયું હતું. યુવરાજ ડો લક્ષરાજસિંહજી સ્વાગત થી ભાવવિભોર બન્યા હતા.વર્ષોથી ચાલી આવેલી તૃતીય ગૃહ ગાદી પ્રત્યે મેવાડ રાજવી પરિવારની પરંપરા ડો યુવરાજ લક્ષ્મણસિંહજી પધારીને પૂજ્યશ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી ના શત શત નમન કરીને ચરણોમાં દંડવત પ્રણામ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. નિત્ય લીલા માં બિરાજમાન બ્રહ્મર્ષિ પૂ.શ્રી વ્રજેશકુમાર મહારાજ શ્રી ચિત્રજી પર માલાજી અર્પણ કરીને યુવરાજ ભાવુક બન્યા હતા. મેવાડ ઉદયપુરના યુવરાજે વ્યક્તિનું ગુરુ પ્રત્યેનું મહત્વ, કર્તવ્ય શું હોવું જોઈએ એ બાબત વર્ષોની પરંપરા જોવા મળી. સુખધામ હવેલી ખાતે મેવાડ યુવરાજે ઉદેપુર, , કાંકરોલી જેવું વાતાવરણ અનુભવીને ભાવુક બન્યા હતા . પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી એ સર્વોત્તમ સ્તોત્ર પુસ્તક મેવાડ યુવરાજને આપીને વિશિષ્ટ સન્માન કર્યું હતું .
પૂજ્ય શ્રી ને લક્ષરાજસિંહજી દ્વારા વીર વિનોદ પુસ્તક ની ભેટ પૂ શ્રી ને આપીને પરસ્પર વિચારોની આપ લે કરી હતી. વર્ષોથી કાંકરોલી તૃતીય પીઠાધીશ્વર ગુરુ ગાદી પ્રત્યે રાજ પરિવારનો ગુરુ પ્રત્યય નો પ્રેમ આજે સુખધામ હવેલી ખાતે મેવાડ યુવરાજ પધારતા સકલ વૈષ્ણવ સૃષ્ટિ માં આનંદોત્સવ જોવા મળ્યો.

