Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં શ્રમિકોની આરોગ્ય સેવા માટે વધુ 3 ‘ધન્વંતરી આરોગ્ય રથ’ શરૂ

વડોદરા જિલ્લામાં શ્રમિકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ પગલું ભરતા વધુ ત્રણ ‘ધન્વંતરી આરોગ્ય રથ’ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા ના હસ્તે રથોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ સાથે જિલ્લામાં કાર્યરત આરોગ્ય રથોની સંખ્યા 12માંથી વધીને 15 થઈ ગઈ છે. આ રથો ખાસ કરીને કડિયા નાકા અને બાંધકામ સાઇટ્સ પર જઈ શ્રમિકોને સ્થળ પર જ નિઃશુલ્ક સારવાર પૂરી પાડશે.

નવા શરૂ કરાયેલા રથો મુખ્યત્વે જરોદ, છાણી અને ઓ.પી. રોડ વિસ્તારોમાં સેવા આપશે.

આ પ્રસંગે કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધાથી શ્રમિકોને કામના સ્થળે જ આરોગ્ય તપાસ અને દવાઓ મળી રહેશે, જેથી તેમનો સમય અને નાણાં બંનેની બચત થશે.

Related posts

વડોદરાના ભૂકી કાંસ ઉપર ગરનાળાનો રોડ બેસી ગયો, મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ !

admin

યુનિયન બજેટ F.Y. 2026–27 વિષયક સેમિનારનું આયોજન

admin

દશામાના આગમનના દિવસે શોભાયાત્રામાં ધક્કામૂક્કીના બાબતે લોહિયાળ જંગ ખેલાયો

admin

Leave a Comment