36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓ જોવા મળી

નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નવરાત્રી મહોત્સવને લઇને વડોદરા શહેરમાં માહોલ જામી ચૂક્યો છે. નવરાત્રી દરમિયાન કેટલાક ભક્તો પોતાના ઘરે ગરબી બેસાડતા હોય છે. ત્યારે હાલ વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓ જોવા મળી રહિ છે. કુંભાર દ્વારા માટીમાંથી ગરબીઓ તૈયાર કરી તેને રંગવામા આવે છે. ત્યારબાદ મહિલા કલાકારો દ્વારા જુદા જુદા રંગો વડે ડિઝાઇન, ટીલડા તથા લેસ પટ્ટી લગાવી આ ગરબીઓને શણગારવામાં આવે છે. જુદી જુદી સાઇઝની અને અવનવી ડિઝાઇનો વાળી ગરબીઓઍ હાલ ગ્રાહકોમાં પણ અનોખુ આકર્ષણ જમાવ્યું છે. સાથે જ આ વર્ષે વેપારી દ્વારા દરવાજા વાળી અનોખી ગરબી તૈયાર કરવામા આવી છે. જેમા દરવાજા ખુલે છે. આ ગરબી પણ ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહિ છે.

Related posts

વડોદરા શહેરના અકોટા પોલીસ લાઇન સામે ગટર ના પાણી ઉભરાતા લોકો પરેશાન

admin

સોલંકી સમાજના યુવાનોને નોકરીની લાલચ આપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી કામે લગાવી દેવામાં આવ્યા

admin

ડભોઇ તાલુકાના સાઠોદ ગામની 100 થી વધુ વર્ષ જૂની શાળાની હરાજી કરવામાં આવી

admin

Leave a Comment