મુખ્યમંત્રી ગતરોજ સરકીટ હાઉસ ખાતે બપોરના સમયે ભોજન લેવા રોકાયા ત્યારે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, આ પરિસ્થિતિ ભવિષ્યમાં થાય નહી તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને લોકોને પૂરની પરિસ્થિતિમાંથી કેવી રીતે બચાવ થઇ શકે તે માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની કામગીરી કરવા કટિબધ્ધ છે. તેમણે હસતા હસતા કહ્યું કે, જે કોઈ સ્ટેટમેન્ટ આપો તે વિચારીને આપજો. એકબીજાનું કશું દેખાડવાથી કશું જ થવાનું નથી. આપણે જ લોકોના કામો કરવાના છે.
previous post

