Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જુવો દિવાળીમાં ઝગમગતા દીવડાઓ બનાવવા કેટલી મહેનત લાગે છે

દિવાળીનું પર્વ નજીક આવી રહ્યું છે,દિવાળી એટલે દીપોત્સવ,ઝગમગતિ રોશનીના ઝળહળાટથી જીવનના અંધકારને ઉલેચી રોશની તરફ લઇ જતો પર્વ,આ પર્વ અનેકના જીવનમાં ખુશીઓ લઈને આવે છે,દિવાળીના તહેવારોમાં દીવડાઓની જ્યોતથી સર્વત્ર પ્રકાશ ફેલાય છે ત્યારે આ દીવડાઓને બનાવવા માટે ખુબ મહેનત કરવી પડે છે વડોદરામાં એક પરિવાર છેલ્લી 3 પેઢીથી દીવડાઓ બનાવી લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરી રોજગારી મેળવી છે,આ પરિવારની ત્રીજી પેઢી ફતેપુરા કુંભારવાડામાં દિવાળીના દીપ બનવવા લગભગ દિવાળીના 1 મહિના પહેલા જ કામગીરી શરુ કરી દે છે,આ વર્ષે વરસાદને કારણે આ પરિવારને દીવડાઓ બનવવામાં ખુબ કઠિનાઈ આવી હતી,વરસાદના વિઘ્ન વચ્ચે દીવડાઓની માંગ પૂર્ણ કરવામાં પણ પરિવાર સતત પરિશ્રમ કરી રહ્યો છે,સામાન્ય લગતા દિવાળીના આ કોડિયા પાછળ ખુબ મહેનત લાગે છે,દીવડા બનવતા પ્રજાપતિ ભાઈના જણાવ્ય મુજબ એક દીવડો બનવવા સરેરાશ 2 થી 3 કલાક લાગે છે,માટી લાવી તેને ફિલ્ટર કરી સુકાવવાની પ્રોસેસ બે થી ત્રણ દિવસની રહે છે,અને ત્યારબાદ ચાક પર ચઢાવી કોડિયાઓને અવનવા રૂપ આપવામાં આવે છે.

આમ પણ દિવાળીમાં દીવડાઓની ઝાકઝમાળ તો હોય છે પણ હવે દીવાળાઓના વિકલ્પ રૂપે અન્ય ઇલેક્ટ્રિક આઇટમો પણ બજારમાં વધી છે જેને પરિણામે દીવડાઓના વેચાણ પર પણ અસર થઇ છે,જોકે ફતેપુરા કુંભારવાડા કોડિયા બનવતા કુંભારોને કોડિયાની કોડી એટલે કે દામ આ મોંઘવારીમાં પણ કોડી સમાન છે જે ક્યાંક ને ક્યાંક પીડા દાયક છે.

Related posts

વડોદરાના માંજલપુરમાં બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કર ધોબીની લારીમાં ઘુસી ગયું

admin

વડોદરા શહેરના સુભાનપુરા સ્લમ ક્વાર્ટર પાસે આવેલી કાળી તલાવડી માં બાળક ડૂબી ગયો હતો જેનો મૃતદેહ વડોદરા ફાયર બ્રિગેડ દ્વાર બહાર કાઢવામાં આવ્યો હતો..

admin

વડોદરા શહેરના ડભોઇ રોડ શાંતિનગર ખાતે આવેલ ગણેશનગર શાંતિનગર માં રહેતા રીતુબેન ગોસાઈ દ્વારા 251 દશા માતાની પ્રતિભાવનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું

admin

Leave a Comment