જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા તાકીદ કરતા કલકેટર ગાર્ગી જૈન
જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને અભેસિંહ તડવીની ઉપસ્થિતમાં આરોગ્ય, શિક્ષણ, મનરેગા, ખાણ ખનીજ,આગણવાડી, આયોજન કાર્યો, પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના, ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાત,ખેડુત નોધણી ,પાણી વ્યવસ્થા વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી.
સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંકલન સમિતિના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા તાકીદ કરી હતી. સંકલન સમિતિની બેઠક સાથે પુરવઠા સલાહકાર સમિતિ, લો એન્ડ ઓર્ડર, રોડ સેફટી, ભારજ રેલવે બ્રિજ અને ડાયવર્ઝન સમીક્ષા અંગે બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના અધિકારી કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારી સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

