ઉના શહેરમાં આવેલ વોર્ડ નં. ૯ માં રામનગર ખારા વિસ્તારમાં ચોમાસા દરમિયાન રેલવેના નાળા નીચે પાણી ભરાતા રામનગર ખારા વિસ્તારના રહીશોને લોકોને તેમજ વાહન ચાલકોને અવર-જવર કરવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી આ વિસ્તારના લોકોએ ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડને રજુઆત કરતા ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને ખારા વિસ્તારમાં રેલવે ના નાળા નીચે પાણી ભરાતા સ્થળની રૂબરૂ મુલાકાત લીધી. અને ધારાસભ્યશ્રી એ તાત્કાલિક ધોરણે વોર્ડ નં. ૯ ના નગરપાલિકાના સદસ્યશ્રી ભોળુભાઈ રાઠોડનો સંપર્ક કરી સ્થળ પર રૂબરૂ બોલાવી અને તાત્કાલિક અસરથી પથ્થરના ટોળાના ટ્રેક્ટરો મંગાવી અને પાણી ભરાયેલા ખાબોચીયામાં પથ્થરો નાંખી રસ્તાનું લેવલીંગ કર્યું હતું. જેથી લોકોને અવર-જવર કરવામાં થતી મુશ્કેલી દુર થતા આ વિસ્તારના લોકોએ, રાહદારીઓએ અને વાહન ચાલકો એ રાહતનો શ્વાસ લીધો હતો. અને રામનગર ખારા વિસ્તારના લોકોએ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ નો આભાર માન્યો હતો.રિપોર્ટર ભાલીયા માધુ ઉના

