આજે ભારત વર્ષની અંદર ગુરુ અને શિષ્ય ના પારંપરિક સંબંધનો ભવ્ય મહોત્સવ એટલે કે ગુરુ પૂર્ણિમા આજે શિષ્ય પોતાના ભગવાન સમા ગુરુનું ભોજન આરતી પૂજા અર્ચના કરી પોતે પોતાના ગુરુને સન્માન આપે છે ત્યારે વિસાવદર નજીક આવેલા રામેશ્વર આપાગીગા આશ્રમ ના મહંત શ્રી ગોવિંદ બાપુ ના સાનિધ્યમાં આજે આ પવિત્ર ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું ગુજરાત ભર તેમજ દેશ વિદેશથી પૂજ્ય ગોવિંદ બાપુના સેવક સમુદાય ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુના ચરણોમાં આરતી પૂજા દાન દક્ષિણા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી સંખ્યામાં ભાઈઓ બહેનો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભજન ભોજન અને ભક્તિ ની આ ત્રિવેણી સંગમ રામેશ્વર આપાગીગા આશ્રમ સતાધાર ખાતે પૂજ્ય ગોવિંદ બાપુના સાનિધ્યમાં જોવા મળ્યું હતું ભક્તોમાં ગુરુભક્તિ જોવા મળી હતી આ પ્રસંગે પૂજ્ય ગોવિંદ બાપુએ પણ પોતાના ભક્તૉ સેવક સમુદાયને આશિરવચન આપ્યા હતા અને જણાવ્યું હતું કે તમે સદા પ્રગતિના પંથે આગળ વધો અને તમારી કીર્તિ થાય અને તમે હંમેશા ગુરુ કરતાં સવાયા બનો તેવી તેવા આશીર્વાદ આપ્યા હતા અને જણાવ્યું હતું કે ભારત વર્ષમાં જે ગુરુ પરંપરા રામાયણ વખતથી ચાલી આવે છે તેને અનુસરવું જોઈએ અને ધર્મ માં જે ગુરુનું મહત્વ આપવામાં આવ્યું છે તે સમજવું જોઈએ અને અનુસરવું જોઈએ તેવું પૂજ્ય ગોવિંદ બાપુએ પણ પોતાના સેવક સમુદાયને પોતાના ધાર્મિક પ્રવચનમાં જણાવ્યું હતું અહીંયા ભોજન ભજન અને ભક્તિ એમ રાત્રે સંતવાણીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આવી રીતે રામેશ્વર આપાગીગા આશ્રમ સતાધાર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે સંબંધ થયો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

