Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જીલ્લાના બ્રિજો પર થી ભારદારી વાહનોની અવર જવર બંધ થતાં મુસાફરો અટવાયા

છોટાઉદેપુર જીલ્લાના બ્રિજો પર થી ભારદારી વાહનોની અવર જવર બંધ કરવામાં આવતા એસટી બસ પણ અટવાઈ છે. બોડેલી થી છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશ તરફ જવા માટે ભારે વાહનો અને બસ બંધ થતાં મુસાફરો હવે અટવાઈ રહ્યા છે. બોડેલી થી તેજગઢથી છોટાઉદેપુર તરફ જતા માર્ગ પણ રાત્રિ દરમિયાન બસો બંધ થતાં મોરબી ,અમદાવાદ અને વડોદરાથી છોટાઉદેપુર જતા મુસાફરીને બોડેલી ખાતે ઉતારી દેવાયા હતા. રાત્રિ દરમિયાન બોડેલી ખાતેના એસ.ટી.ડેપોમાં કલાકો સુધી મુસાફરો બેસી રહ્યા હતા. કેટલાક લોકોએ ખાનગી વાહનોનો સહારો લીધો હતો. અમદાવાદ, વડોદરા તરફથી છોટાઉદેપુર જતા મુસાફરોએ છોટાઉદેપુરની ટિકિટ લીધી હતી. મુસાફરોને ટિકિટ ના પૈસા પણ પરત ના આપતા લોકોએ આક્ષેપો કર્યા હતા.
મહિલાઓની કફોડી હાલત બની હતી.

Related posts

નસવાડી પોલીસે મધ્યપ્રદેશના 6 ઘરફોર ચોરોને બે દિવસના રિમાન્ડ લઈને સદ્દન પૂછ પરછ કરી

admin

મધ્યપ્રદેશ રાજ્યના વન અને પર્યાવરણ અનુસૂચિત જાતિ કલ્યાણ મંત્રી નાગરસિંહ ચૌહાને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાના નિવાસ્થાને તેઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

admin

નસવાડી તાલુકાના કસુંબીયા ગામે કરોડો રૂપિયાના ખર્ચ બનાવામાં આવેલ સબ સ્ટેશન લોકાપર્ણ ના થતા શોભા ગાંઠિયા સમાન

admin

Leave a Comment