Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવાની માંગ સાથે લારી ગલ્લા ધારકોએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડીને ઉગ્ર રજૂઆત કરી

વર્ષો પછી પણ પાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ન કરાતા આ મામલે આજે વોર્ડ નંબર 17ના લારી, ગલ્લા પથારાવાળાઓએ મોરચો કાઢી કોર્પોરેશન ખાતે રજૂઆત કરી હતી.એક તરફ સરકાર સ્વનિધિ યોજના અંતર્ગત રાહતદરે લોન આપી લારી, ગલ્લા, પથારાવાળાઓને પગભર કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં બીજી તરફ પાલિકાની દબાણ શાખા દ્વારા વારંવાર લારી, ગલ્લા, પથારા ઉપાડવાની કાર્યવાહી ચાલે છે. તેને કારણે લારીધારકો લીધેલી લોનના હપ્તા ભરી શકતા નથી. આ મામલે આજે વોર્ડ નંબર 17ના લારી, ગલ્લા, પથારાવાળાઓએ મોરચારૂપે પાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે પાલિકા શક્ય તેટલું ઝડપથી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરે અને પોલિસીનો અમલ થઈ રહ્યો નથી તેના કારણે વારંવાર અમારી લારી, ગલ્લા, પથારા ઉપાડી લેવામાં આવે છે.જેથી અમારા વ્યવસાયને નુકસાન થઈ રહ્યું છે તે કાર્યવાહી બંધ કરવાની માંગ કરી છે.

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલ ને 150 મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી દોડ

admin

કરજણ પોલીસ સ્ટેશનની હદમાં ભરૂચ તરફ થી વડોદરા તરફ આવતા ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય

admin

વડોદરા શહેરમાં PCB પોલીસે વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

admin

Leave a Comment