41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

કાયાવરોહણ તીર્થના લકુલીશ મહાદેવજીના દર્શન અર્થે શ્રાવણ માસના બીજા સોમવારે શિવ ભક્તોનો ઘસારો

ગુજરાતનું મીની કાશી કહેવાતા વડોદરા જિલ્લાના કાયાવરોહણ તીર્થના લકુલીશ મહાદેવજીના દર્શન અર્થે આજે શ્રાવણ માસના બીજા સોમવારે શિવ ભક્તોનો ઘસારો


કાયાવરોહણ તીર્થની મુલાકાત અને લકુલીશજી મહાદેવના દર્શન પૂજન કરવાથી કાશીની યાત્રાનું ફળ મળતી હોવાની શિવ ભક્તોમાં રહેલી છે શ્રદ્ધા

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના યાત્રાધામ કાયાવરોહણ ગામ એટલે કે સૈકાઓ પહેલા નું ધાર્મિક સ્થાન અહિયા સંખ્યાબંધ દેવી- દેવતાના આશીર્વાદ સમાન દેવસ્થાનો અને ખાસ કરીને સુપ્રસિધ્ધ ભગવાન શ્રી લકુલીશ નું મંદિર આવેલું છે. જેમ સુરતનું જમણ અને કાશીનું મરણ તેવી એક કહેવત જાણીતી છે તે મુજબ ઉત્તરમાં આવેલા કાશી તીર્થની મુલાકાત નો અવસર નહીં લઈ શકતા ભાવિકો લકુલેશજી મહાદેવજી ની શ્રદ્ધાપૂર્વક મુલાકાત લઇ કાશીતીર્થ ની મુલાકાત લીધા સમાન ધન્યતા પામે છે
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલું કાયાવરોહણ તીર્થ ગુજરાતના કાશી તરીકે વિખ્યાત છે ધાર્મિક માન્યતા અને મળતી વિગત મુજબ મુજબ સતયુગમાં ઈચ્છાપુરી કાયાવરોહણને કહેવામાં આવતું હતું. ત્રેતાયુગમાં માયાપુરી તરીકે, દ્રાપર યુગમાં મેથાવતી અને કળીયુગમાં કાયાવરોહણ તરીકે ઓળખાય છે. જે ભારતના ૬૮ મહત્વના તીર્થોમાં કાયાવરોહણની ગણના થાય છે.ગાયત્રી મંત્રનો જાપ, રામ મંત્રનો જાપ, પંચાક્ષર મંત્ર, ઓમ નમઃ શિવાયનો નિરંતર જાપ કરીએ તેવા તમામ ભક્તજનોને ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છેઆશ. શૈવ એ ભગવાન શંકરનું આઠમું નામ છે જેથી જ્યોતિલિંગ પણ છે
ત્યારે આવા પૌરાણિક મહત્વ ધરાવતા અને ભક્તોને મનોવાંશિક ફળ આપનારા લકુલીશજી મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણના બીજા સોમવાર ને અનુલક્ષી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરના વિશાળ સંકુલમાં પધારી ભોળાનાથના દર્શન સાથે સુંદર રમણીય સ્થળની મુલાકાત લઈ શાતા અનુભવી રહ્યા છે

Related posts

રેસિડેન્સિયલ એરિયામાં જબરજસ્તીથી કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરાતી હોવા મુદ્દે સ્થાનિકો દ્વારા રજૂઆત

admin

વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ, સયાજીગંજ ખાતે સરકારી નીતિ ના વિરોધ માં દેખાવો કરવા માં આવ્યો

admin

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મો-ત

admin

Leave a Comment