સુરત શહેરમાં વરાછા રોડ ખાતે ગીતાંજલિ યશ પ્લાઝા પાસે ગ્રીન લેબ ડાયમંડ કંપની એપેક્ષ બિલ્ડીંગ ની પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં સતત 15 દિવસથી ગટર ખરાબ ડ્રેનેજનું પાણી ભરાયેલ છે. ખરાબ દુર્ગંધ આવે છે સતત ગટરનું વપરાયેલું પાણી ભરાયેલું ચાલુ છે જેને લીધે લોકોને આવવા જવામાં ભારે હાલાકી થઈ રહી છે સાથે અકસ્માતો પણ થઈ રહ્યા છે. ગાડીઓ લપસી રહી છે લોકોને ઇજાઓ થાય છે વારંવાર આ ગટરના ગંદા પાણી ઉભડાતા વરાછા ઝોન ના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં અહીં વરાછા ઝોનના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું કોમર્શિયલ વિસ્તાર છે અહીં સેકડો લોકો કામ કરે છે. સાથે ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં 500 જેટલા લોકો કામ કરે છે જેમાં 10 જેટલા લોકો બીમાર પણ થઈ ગયા છે તંત્રને વારંવાર અપીલ કરવામાં આવે છે કે ભારે રોગચાળો ફાટશે તો તેના માટે જવાબદાર કોણ સાથે સાથે અહીં અકસ્માતો પણ થઈ રહ્યા છે જો કોઈ ગંભીર અકસ્માત થશે અને કોઈની જાન આનંદ થશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે. એક તરફ સુરત મેયર કહી રહ્યા છે કે સુરતમાં ક્યાંય ગંદકી નથી તો પછી આ શું છે તેને સુરત શહેર કહેવાય કે જ્યાં ગટરોના પાણી 15 દિવસથી ઉભરાઈ રહ્યા છે અને વરાછા ઝોનના અધિકારીઓ કોઈપણ જાતની કાર્યવાહી કરતા નથી.
તંત્ર કયા પ્રકારની મોટી ઘટના થવાની વાટ જોઈ રહી છે? ક્યાંના સ્થાનિકો વારંવાર અપીલ કરી રહ્યા છે, કે આ ગટરનો ગંદુ દુર્ગંધ વાળું પાણી નું પાલિકા દ્વારા વહેલી તકે નિકાલ કરવામાં આવે.માગ કરી રહ્યા છે.

