Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

M.S. યુનિવર્સિટીના લૉ ફેકલ્ટીમાં Biometric Attendance સિસ્ટમનો NSUI દ્વારા વિરોધ…

NSUI દ્વારા M.S. યુનિવર્સિટીના લૉ ફેકલ્ટીમાં લાગુ થનારી Biometric Attendance સિસ્ટમનો કડક વિરોધ કરવામાં આવ્યું. NSUI પ્રમુખ અમર વાગેલા દ્વારા ડીનને આપવામાં આવેલા લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પર લાદવામાં આવતી આ નવી વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરશે
ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા વર્ગના છે, જે ભાગ્યે જ તમામ નિયમોનું પાલન કરી શકે છે. નવા સિસ્ટમથી તેમનું શિક્ષણ પ્રભાવિત થશે. સાથે જ, યુનિવર્સિટીના ઘણા પ્રોફેસર્સ પોતે પણ નિયમોનું પાલન કરતા નથી, તો પછી માત્ર વિદ્યાર્થીઓ પર જ કડકાઈ કેમ?
વિદ્યાર્થીઓની હાજરી સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો દુરુપયોગ ન થવો જોઈએ. યુનિવર્સિટીએ આવી કોઈપણ નવીન પદ્ધતિ અમલમાં મૂકતા પહેલાં તમામ હિતધારકો સાથે ચર્ચા કરવી જોઈએ. પરંતુ અહીં વિના ચર્ચા, વિના આયોજન આ નિયમ લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અસંગત છે.
NSUIએ ચેતવણી આપી છે કે જો આ નિર્ણય તરત પાછો ખેંચાશે નહીં, તો વિદ્યાર્થીઓના હિત માટે તેઓ ઉગ્ર આંદોલન કરશે.

Related posts

વડોદરા શહેરના તાંદલજામા માસુમ બાળકીના પિતાએ બાળકીની માતાની ગળુ દબાવી હત્યા કરી

admin

વડોદરા શહેરના સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન ધ્વારા પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

વડોદરાના પરિવાર ચાર રસ્તા પાસે આવેલ જય જલારામ સેવઉસળમાં બાળ મજૂરી કરાવનાર દુકાન સંચાલકની અટકાયત

admin

Leave a Comment