36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના તાંદલજામા માસુમ બાળકીના પિતાએ બાળકીની માતાની ગળુ દબાવી હત્યા કરી

વડોદરા શહેર ના જે.પી રોડ પોલિસ સ્ટેશન વિસ્તાર માં મહિલા ની હત્યા નો બનાવ સામે આવ્યો હતો,પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેર ના તાંદલજા વિસ્તાર મા આવેલ મહાબલી પુરમ સોસાયટી ના ગેટ નંબર 2 મા મકાન નંબર 197 મા થોડા દિવસો અગાઉ આ શેખ પરિવાર રહેવા માટે આવ્યો હતો,આશરે 23 વર્ષીય મિસ્બા શેખ તથા તેના પતિ કાસીમ શેખ વચ્ચે કંઈક કારણોસર બોલાચાલી થઇ હતી ત્યાર બાદ ઉશકેરાયેલ કાસીમ એ તેની પત્ની મિસ્બા શેખ નુ ગળું દબાવી મોત ને ઘાટ ઉતારી હતી,મિસ્બા ને સંતાન મા 5 થી 6 મહિના ની બાળકી છે,બનાવ ની જાણ પોલિસ ને થતા જેપી રોડ પોલિસ સ્ટેશન ના પોલિસ ઇન્સ્પેક્ટર સહિત નો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો,પોલિસ દ્વારા ગણતરી ના કલાકો માં કાસીમ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.મૃતક મિસ્બા ના મૃતદેહ ને પોસમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો,પોલિસ એ આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જે સંદર્ભે માં ડી ડીવુઝનના એ સી પી અશોક કાટકર મીડિયા સમક્ષ માહિતી આપી હતી

Related posts

વડોદરા શહેરના સુસેન ચાર રસ્તા નજીક રોડની સાઇડમાં આવેલી ખુલ્લી ગટરથી અકસ્માતનો ભય

admin

એમ એસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની વિદાય સાથે જ વિધાર્થી સંગઠનોમાં ખુશીની લહેર

admin

ભાજપ વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષ પૂર્ણ પર નિમિત્તે “સમૂહગાન”નું આયોજન કરાયું

admin

Leave a Comment