Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો


માંજલપુર વિસ્તારમાં આવેલ નિર્મલ પાર્ક બાળ યુવક મંડળ દ્વારા કિશનવાડી વિસ્તારમાંથી માંજલપુર લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકી વડોદરા ની શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાથી મંડળના યુવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ગણેશ ભક્તોના ટોળા ઉમટી પડ્યા અને આ ઘટનાની જાણ થતાં જ વોર્ડ નં. 14 ના કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો,વોર્ડ નં 17ના કાઉન્સિલર તથા ભાજપના દંડક શૈલેષ પાટીલ સાથે ગણેશ મંડળના પ્રમુખ જય ઠાકોર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને છોડવામાં ન આવે અને આ લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

જોકે પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે JCP લીના પાટીલ સહિત પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસની કામગીરી ના કારણે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.

ગણેશોત્સવ જેવા પવિત્ર તહેવારમાં અસામાજિક તત્વોની હરકતને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. પોલીસે અસામાજિક તત્વો સામે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ઇ-સ્કૂટરની તોડફોડ કરનાર મુખ્ય આરોપીને સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં પકડી પાડતી મકપુરા પોલીસ

admin

એમ એસ યુનિવર્સિટી વડોદરામાં “NEP 2025” સપ્તાહની ઉજવણીનો શુભારંભ

admin

વિરોધ પક્ષના ચંદ્રકાન્ત શ્રીવાત્સવ કેશડોલ ને લઈ મીડિયા સમક્ષ નિવેદન…

admin

Leave a Comment