Genius Daily News
ભરુચ જિલ્લોવાલીયા

વાલિયાના ડહેલી નજીકનું ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો

વાલીયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર વાલીયાના ડહેલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ ડાયવર્ઝન નદીના ધસમસતા પાણીના કારણે ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાલીયા અને નેત્રંગ પંથકમાં વરસેલ અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નિરની આવક થઈ હતી જેના પગલે ડહેલી ગામ નજીક સ્ટેટ હાઇવે પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર સિઝનમાં ત્રીજી વખત પાણી ફરી વળ્યા હતા ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે જેનાથી વાહન વ્યવહાર થંભી ગયો છે.

Related posts

યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી

admin

અંકલેશ્વર GIDCની આવકાર ડ્રગ્સ પ્રા. લિ. કંપની માંથી વિપુલ માત્રામાં કોકેઈનનો જથ્થો ઝડપાયો હોવાના કેસ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી

admin

અંકલેશ્વરમાં સ્કૂલ પાર્કિંગમાંથી વિદ્યાર્થિનીની સાયકલ ચોરી, ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ

admin

Leave a Comment