35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં છલાળા ગામની રેશનકાર્ડની દુકાન બલાળા ગામે મર્જ કરી દેતા છલાળા ગ્રામના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા.

ચુડા તાલુકાના છલાળા ગામે રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા.

છલાળા ગામનાં આશરે 700 રેશનકાર્ડ ધારકો 2 કિલોમીટર સુધી અનાજનો જથ્થો લેવા માટે સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો..

રેશનિંગની દુકાન બલાળા ગામે મર્જ કરી દેતા છલાળા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયાં..

આ અંગે છલાળા ગામના સરપંચ પુંજાભાઈ રાઠોડે ગ્રામજનોને પોતાના ગામમાં જ અનાજ મળી રહે તે માટે રજૂઆત કરી હતી..

રજૂઆતનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ટૂંક સમયમાં છલાળા ગામે રેશનીંગ દુકાન શરૂ કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર બેસવાની સરપંચ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી…

ત્યારે આ અંગે છલાળા ગામનાં ગ્રામજનો દ્વારા બલાળા ગામેથી અનાજનો જથ્થો ન લેવાં માટે મક્કમ નિર્ધાર કર્યો..

ચુડા પુરવઠા વિભાગ નાયબ મામલતદાર રાજેન્દ્ર સોલંકીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અન્ન નાગરિક પુરવઠા નિગમનાં 26/8/15 નાં પરિપત્ર પ્રમાણે નિર્ણય લેવાયો છે.

Related posts

ચુડામાં ચોમાસાની શરૂઆતની સાથે જ તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા

admin

એસ.એમ.દવે હાઇસ્કુલ શિયાણી ખાતે વાલીઓ સાથે વિચારોનું વાવેતર કાર્યક્રમ યોજાયો.

admin

ચુડાનાં ચોકડી ગામે પૂજ્ય ખીમદાસબાપુની જગ્યામાં ધર્મસ્તંભ ઉભો કરવામાં આવ્યો.

admin

Leave a Comment