વડોદરા શહેરમાં બેવડી ઋતુઓને કારણે વાયરલ કેસોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એસએસજી હોસ્પિટલમાં પણ દરરોજની ઓપીડી કરતા હાલમાં 70 થી 100 જેટલા વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.
વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં બેવડી ઋતુને કારણે દર્દીઓમાં આંશિક વધારો નોંધાયો છે. જેમાં શરદી ખાંસીના કેસ વધારે આવી રહ્યા છે, સાથે જ પેટમાં દુખાવો જેમાં એસિડિટી સહિતના કેસ વધારે છે. કુલ ઓપીડીમાં દરરોજ કરતા હવે 70 થી 100 જેટલા દર્દીઓ વધારે આવી રહ્યા છે. ત્યારે આવી બેવડી ઋતુમાં લોકોએ સાવચેતી રાખવી જોઈએ, ભીડ વાડી જગ્યાઓ ટાળવી જોઈએ, ધુમાડા માટે માસ્કનો ઉપયોગ કરવો તેમજ ખાવામાં કાળજી રાખવી અને તાજો અને પૌષ્ટિક ખોરાક જ લેવો જોઈએ તેવી એસએસજી હોસ્પિટલના આર એમ ઓ ડોક્ટર હિતેન્દ્ર પટેલે લોકોને અપીલ કરી હતી

