Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

કમોસમી વરસાદને લઇને ડભોઇ તાલુકાના ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું

હવામાન વિભાગ ની આગાહી ન છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે વરસાદે પગલે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેને લઇ ડભોઇ તાલુકાના ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. ડાંગર, કપાસ, દિવેલા પાક જમીન ડોશ થઈ ગયા છે ખેડૂતોએ સહાય માટે સરકાર સમક્ષ માંગણી કરી. જ્યારે ખેડૂતોએ કેનલ બંધ કરવાનું કીધું હતું પણ કેનાલ બંધ ના કરતા પાકમાં મોટું નુકસાન થયું છે

ડભોઇ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે વરસાદ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.ખાસ કરીને આ સમયે ડાંગરની લણણીનો સીઝન ચાલી રહ્યો હોવાથી ખેડૂતો પોતાના પાક કાપવાની તૈયારીમાં હતા. પરંતુ અચાનક પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં અનેક ખેડૂતોના પાક જમીન પર આળ પડી ગયા છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. અનેક ગામોમાં ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક સડી જવાની શક્યતા ઊભી થઈ છે. કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચમના દિવસે ડાંગર કપવાની તૈયારી હતી પરંતુ વરસાદે આખી મહેનત બગાડી દીધી.ડાંગરના ખેતરોમાં પાક પૂરો તૈયાર થઈ ગયો હોવા છતાં વરસાદના કારણે ખેતરોમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે. ડાંગર સાથે સાથે કપાસ અને દિવેલા જેવા પાકોને પણ ભારે નુકસાન થયું છે. છેલ્લા ચારથી પાંચ મહિનાની મહેનત એક ઝાપટામાં વેડફાઈ ગઈ છે ખેડૂતોનો વધુ એક ગંભીર આક્ષેપ એ છે કે દર વર્ષે જ્યારે રાજ્ય સરકાર અન્ય જિલ્લાઓમાં વરસાદ કે કુદરતી આપત્તિ વખતે સહાય જાહેર કરે છે, ત્યારે વડોદરા જિલ્લાને હંમેશા બાકાત રાખવામાં આવે છે.ડભોઇ તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે વડોદરા જિલ્લાને કાયમ સહાયની યાદીમાંથી બહાર રાખવામાં આવે છે, જ્યારે અહીં પણ પાકને ભારે નુકસાન પહોંચે છે.આથી આ વખતે સરકાર વડોદરા જિલ્લાના ખેડૂતોને પણ સહાયમાં સામેલ કરે તેવી માંગણી ઉઠી છે. જ્યારે ખેડૂતોએ ક્યાંનો બંધ કરવાની કીધી હતી છતાં પણ કેનલ બંધ ન કરતા ખેતરમાં પાણી ઘૂસી ગયા છે ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર ડાંગરની ખરીદી સીધી એમએસપીના ભાવે કરે. હાલ માર્કેટમાં ડાંગરના ભાવ ખૂબ જ ઓછા છે,વ્યાપારીઓ ખેડૂતોના પાક માટે યોગ્ય ભાવ આપતા નથી. આથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે અચાનક પડેલા વરસાદે આખી સીઝનની મહેનત બગાડી દીધી છે કોઈક ખેડૂતોના ખેતરોમાં પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો કોઈના ખેતરોમાં ડાંગર પૂરેપૂરો બેસી ગયો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોની એકમાત્ર આશા સરકાર તરફ છે ડભોઇ તાલુકાના અનેક ગામોના ખેડૂતોની માગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી પાક નુકસાનનું સર્વેક્ષણ હાથ ધરે અને ખેડૂતોને યોગ્ય સહાયની જાહેરાત કરે.ખેડૂતોને રાહત મળે તે માટે સરકાર તાત્કાલિક પગલા ભરે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

ચૈત્ર નવરાત્રી અષ્ટમી નિમિત્તે વડોદરાના માંડવી ખાતે આવેલ મેલડી માતા મંદિરે ભક્તોનું ઘોડાપુર

admin

વેસ્ટન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર રેલ્વે ડીઆરએમ કચેરી ખાતે પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

admin

વડોદરામાં PNG ગેસ માટે વધતી માંગ વચ્ચે ગેસ લિમિટેડ તંત્ર એક્શનમાં, પુરવઠો પૂરતો હોવાનો દાવો

admin

Leave a Comment