36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વાસણમાં ફટાકડા (સૂતળી બોમ્બ) ફોડતા વાસણનો એક ધારદાર ટૂકડો ઉડીને સીધો નાક અને આંખના ભાગમાં ઘૂસી ગયો

૧૫ વર્ષનાં ગોધરાનો એક બાળક તા.૨૮/૧૦/૨૫નાં રોજ સાંજના સમયે ઘર આંગણે ફટાકડા(સૂતળી બોમ્બ) ફોડતી વખતે સ્ટીલનું વાસણમાં મૂકીને ફોડતાં આ દરમિયાન અચાનકથી વાસણનો એક ધારદાર ટૂકડો ઉડીને સીધો નાક અને આંખના ભાગમાં ઘૂસી ગયો હતો.જેના માટે એને પહેલાં ગોધરા સિવિલ હોસ્પિટલ્માં લઇ ગયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસ.એસ.જી. માં રિફર કરવામાં આવ્યો હતો.જ્યાં કાન,નાક અને ગળાંના વિભાગની ટીમે સીટી સ્કેન કરાવી ટૂકડાની સ્થિતિ જાણી હતી. ટૂકડો નાકને ચીરીને સાયનસને નુકસાન પહોચાડી આંખ સુધી પહોચી ગયો હતો.સદ્ભાગ્યે આંખ બચી ગયી હતી.એજ રાત્રે ઇ.એન.ટી. અને એનેસ્થિસીયાની ટીમે મહા મહેનતે ઓપરેશન કરીને સફળતાપૂર્વક ટૂકડો કાઢીને બાળકનો જીવ બચાવ્યો હતો.હાલમાં બાળકની સ્થિતિ સુધારા પર છે.આવી ઘટનાઓ સમાજ માટે દાખલા રૂપ છે કે બાળકો જ્યારે ફટાકડા ફોડતાં હોય તો મોટાઓની દેખરેખ હેઠળ ફોડવા જોઇએ.

Related posts

વડોદરામાં યોજાનારી આગામી ચૂંટણીઓની તારીખો જાહેર કરવા માટે કલેક્ટરને રજૂઆત

admin

એમ એસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામાં અટેક થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ

admin

સાવલી તાલુકાના લસુંદ્રા રોડ પર શાર્પ પેટ્રોકેમ કંપનીમાં આગ લાગવાની ઘટના બની

admin

Leave a Comment