વડોદરા શહેર ના જે.પી રોડ પોલિસ સ્ટેશન વિસ્તાર માં મહિલા ની હત્યા નો બનાવ સામે આવ્યો હતો,પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેર ના તાંદલજા વિસ્તાર મા આવેલ મહાબલી પુરમ સોસાયટી ના ગેટ નંબર 2 મા મકાન નંબર 197 મા થોડા દિવસો અગાઉ આ શેખ પરિવાર રહેવા માટે આવ્યો હતો,આશરે 23 વર્ષીય મિસ્બા શેખ તથા તેના પતિ કાસીમ શેખ વચ્ચે કંઈક કારણોસર બોલાચાલી થઇ હતી ત્યાર બાદ ઉશકેરાયેલ કાસીમ એ તેની પત્ની મિસ્બા શેખ નુ ગળું દબાવી મોત ને ઘાટ ઉતારી હતી,મિસ્બા ને સંતાન મા 5 થી 6 મહિના ની બાળકી છે,બનાવ ની જાણ પોલિસ ને થતા જેપી રોડ પોલિસ સ્ટેશન ના પોલિસ ઇન્સ્પેક્ટર સહિત નો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો,પોલિસ દ્વારા ગણતરી ના કલાકો માં કાસીમ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.મૃતક મિસ્બા ના મૃતદેહ ને પોસમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો,પોલિસ એ આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જે સંદર્ભે માં ડી ડીવુઝનના એ સી પી અશોક કાટકર મીડિયા સમક્ષ માહિતી આપી હતી

