43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

પાદરાના પાટોદ ગામે ખેડૂતોને ધમકી અને પાક નુકસાનના આક્ષેપો, એસપી–આઈજીને આવેદનપત્ર

વડોદરા: પાદરા તાલુકાના પાટોદ ગામે ખેતી કરતા પઢિયાર પીયુષકુમાર અને ઐયુબભાઈ સહિત તેમના પરિવારજનોને માથાભારે તત્વો દ્વારા જમીનના પાકને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાના તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે વડોદરા શહેરની જૂની કલેક્ટર કચેરી ખાતે એસપી અને આઈજી કચેરીમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.

અરજદારોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ મામલે પાદરાના પી.આઈ દ્વારા સમાધાન કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમજ નહીં માનવામાં આવે તો ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાઓને પગલે અરજદારો અને તેમના પરિવારજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.

અરજદારો દ્વારા એસપી અને આઈજીને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવા, દોષિત તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા તેમજ પોતાને પૂરતી સુરક્ષા પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે.

અંતે અરજદારોએ આશા વ્યક્ત કરી છે કે જિલ્લા વહીવટીતંત્ર આ ગંભીર મુદ્દે તાત્કાલિક ધ્યાન આપીને તેમને ન્યાય અપાવશે.

Related posts

ની:સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટના સહયોગથી ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ તેમજ દિવ્યાંગ ભાઈ બહેનોએ દેશની આઝાદીમાં પ્રાણની આહુતિ આપનારા વીરોને શ્રદ્ધાંજલિ આપી

admin

GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક અભ્યાસક્રમ માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માટે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

સાયબર ક્રાઇમ કોર્ડીનેશન અને નોલેજ શેરિંગ માટે વડોદરા શહેર પોલીસ અને એમ.એસ.યુનિવર્સીટી વચ્ચે MOU સાઇન તથા સાયબર વોરિયર્સને પ્રોત્સાહિત કરતા વડોદરા શહેર પોલીસ કમિશ્નરશ્રી નરસિમ્હા કોમાર સાહેબ

admin

Leave a Comment