36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના મકરપુરા GIDCમાં વર્મા એન્જિનિયરિંગ કંપનીમાંથી SS પ્લેટોની ઉઠાંતરી

વડોદરાના મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી વર્મા એન્જિનિયરિંગ નામની કંપનીમાં તસ્કરો દ્વારા મોટી ચોરીની ઘટના સામે આવી છે. ગત 20 તારીખની વહેલી સવારે લગભગ ચાર વાગ્યાના સમયે તસ્કરોએ કંપનીમાં ઘુસીને SSની પ્લેટોની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા.

ચોરીમાં અંદાજે ત્રણ લાખ રૂપિયાની કિંમતની SS પ્લેટો ઉઠાવી લેવાઈ હોવાનું કંપનીના માલિકે જણાવ્યું છે. આ મામલે મજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે સમગ્ર ચોરીની ઘટના કંપનીમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTV ફૂટેજ મુજબ ચાર તસ્કરો ટેમ્પામાં આવી કંપનીમાં પ્રવેશ કરે છે અને SS પ્લેટો ભર્યા બાદ ટેમ્પામાં લઈ ફરાર થઈ જાય છે.

પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ અને પકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ કેટલાં સમયમાં આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલે છે.

Related posts

વડોદરા શહેરના દૂધવાળા મહોલ્લામાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી, જાનહાનિ ટળી

admin

ડભોઈ હોળી-ધૂળેટીના પર્વ આડે ગણતરીના દિવસો બાકી છતાં બજારોમાં હજુ પણ મંદીનો માહોલ

admin

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આઇસર ટેમ્પો રોડ ની અંદર બેસી ગયો

admin

Leave a Comment