33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોનો અકસ્માત

ફતેગંજ પોલીસ સ્ટેશન નજીક સર્જાઈ અફરાતફરી

વડોદરા શહેરમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનો દ્વારા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ફતેગંજ પોલીસ સ્ટેશન પાસે આ અકસ્માત સર્જાયો હતો, જ્યાં પોલીસ જવાનો લૂંટના એક આરોપીને વડોદરાથી પકડી લઈ જઈ રહ્યા હતા.

અકસ્માત દરમિયાન પોલીસ વાહને બે થી ત્રણ અન્ય વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસ ભીડ એકત્ર થઈ ગઈ હતી.

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કારને ઘેરી લઈને પોલીસ જવાનોનો ઉધડો લીધો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પરિસ્થિતિ તંગ બની હતી.

જોકે, ઘટના અંગે જાણ થતાં જ ફતેગંજ પોલીસ સ્ટેશનના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લઈ મામલો થાળે પાડ્યો હતો.

હાલ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે અકસ્માત અંગે પોલીસ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.

Related posts

ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની વિદ્યાર્થીનીઓ કબડ્ડીની ટીમ અમરાવતીમાં વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટ 2024માં ભાગ લેશે

admin

વડોદરા શહેરમાં વાઘોડિયા પાસેથી કપુરાઈ ચોકડી તરફ જતા માર્ગ પર બાઈક-ટ્રેક્ટરની ટક્કરથી બે ના મોત

admin

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ અનેક મુદ્દે રજૂઆત

admin

Leave a Comment